જેતપુરમાં ટોલનાકાનો રસ્તો બંધ થતા ખેડૂતોનો બળદગાડા સાથે વિરોધ,૫ની અટકાયત

0
7

જેતપુર,તા.૨૭
રાજકોટ નેશનલ હાઈવે પર જેતપુર નજીક આવેલા પીઠડીયા ટોલ નાકા દ્વારા ટોલ ગેટના રસ્તાની બંને બાજુ દોઢ દોઢ ફૂટ સાઇડો ખોદી નાખી હોવાથી પીઠડીયા ગામના ખેડૂતોને ખેતીકામ માટે જવા માટે ચાર કિમી જેટલું અંતર ફરીને જવું પડતું હોય ખેડૂતો દ્વારા ટોલ નાકા ઓથોરીટીને ખોદેલ ગાડા માર્ગ પર માટી નાખી રસ્તો ફરી ગાડા ચાલવાલાયક કરવાની અનેક રજૂઆત કરી હતી. પરંતુ ટોલનાકા ઓથોરીટી ખેડૂતોની કંઈ વાત સાંભળવા તૈયાર ન હોય ખેડૂતો દ્વારા આજે સવારથી જ ગાડાઓ લઈ ટોલ નાકે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ ૫થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.
ટોલ ઓથોરીટી દ્વારા વિરોધની અગાઉથી જ પોલીસને જાણ કરી હોવાથી ટોલ નાકે વીરપુર, જેતપુર અને ધોરાજીથી પોલીસના ધાડેધાડા ઉતરી દેવામાં આવ્યા હતા. બીજીબાજુ ખેડૂતો દ્વારા વિરોધની જાહેરાત મુજબ ગાડાઓ લઇ ટોલનાકા પહોંચતા પોલીસે ગાડાઓને અટકાવ્યા હતા અને ટોલ ઓથોરિટી સાથે પોલીસ મધ્યસ્થી બની ખેડૂતોની વાટોઘાટો કરતા ટોલ ઓથોરીટી ખોદેલ રસ્તા પર માટીનું પૂરાણ કરી રસ્તો ફરી ગાડા માટે ચાલવા લાયક બનાવી આપવાની સહમતિ આપી હતી. પરંતુ કેટલાક ખેડૂત આગેવાનોએ અમો કેટલા સમય આવો ટોલ નાકા વાળાઓનો ત્રાસ સહન કરીએ છીએ તેમ કહીને વિરોધ કરતા પોલીસે પાંચથી વધુ ખેડૂતોની અટક કરી વીરપુર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY