વડોદરા,
તા.૩/૪/૨૦૧૮
વડોદરા શહેર પોલીસ ટ્રેનીંગ સ્કુલ ખાતે ૬૦૦ જેટલા પોલીસ લોકરક્ષક દળનો દીક્ષાંત સમારંભ યોજવામાં આવ્યો હતો. તાલીમાર્થીઓએ દિક્ષાન્ત સમારોહમાં માર્ચ પાસ્ટ પરેડ કરી ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. ગત વર્ષે રાજ્યમાં ૧૮,૦૦૦ જેટલા નવા લોક રક્ષક દળ પોલીસ જવાનોની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં ૬૦૦ જેટલા પોલીસ જવાનોની ભરતી કરવામાં આવી હતી. સમગ્ર ભરતી પ્રક્રિયામાં આઠ મહિનાની કઠિન ગણાતી ટ્રેનિંગ લીધા બાદ ઉત્તીર્ણ થનાર તાલીમાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર મનોજ શશીધર સહિત વડોદરા પોલીસ બેડાનાં અધિકારી સહિત તાલીમાર્થીઓનાં પરિવારજનો ખાસ ઉપસ્થત રહ્યા હતા.પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પરેડ યોજી અને જવાનોનો દીક્ષાંત સમારંભ યોજવામાં આવ્યો હતો.
પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ૬૦૦ ઉપરાંત તાલીમાર્થી લોકરક્ષક દળની દિક્ષાંત પરેડ પૂર્ણ કર્યા બાદ વડોદરા શહેરનાં પોલીસ કમિશનર મનોજ શશીધર દ્વારા ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને શિલ્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"