મહિલા જનનાંગ ખતના પ્રથાથી સ્ત્રી અધિકારોનું હનન, પ્રથા રોકવી અનિવાર્યઃ સંયુક્ત રાષ્ટ્રની અપીલ
જીનેવા,તા.૮
WHOના રિપોર્ટ મુજબ વિશ્વના જે દેશોમાં ખતના પ્રથા પ્રચલિત છે, ત્યાં જો આ ક્રૂર પ્રથા યથાવત રહી તો ૨૦૩૦ સુદી ૬.૮ કરોડ બાળાઓ ખતના પ્રથાનો શિકાર બનશે. એક રિપોર્ટ અનુસાર ૬ ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય મહિલા જનનાંગ ખતના પૂર્ણ અસહિષ્ણુતા દિવસ (International Day of Zero Tolerance for Female Genital Mutilation) જાહેર કર્યો હતો. જે દરમિયાન WHOએ આંતરરાષ્ટ્રીય સમુદાયને મહિલા જનનાંગ ખતના વિરોધ પગલા લેવા અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રએ રિપોર્ટમાં ખુલાસો કરતા ચેતવણી આપી હતી કે, જ્યાં આ પ્રથા પ્રચલિત છે એવા દેશોમાં બાળાઓ પર વધારે ખતરો રહેલ છે.
WHOએ આ દિવસે ટ્વીટ કરી હતી કે, મહિલા જનનાંગ ખતના કરવાથી સ્ત્રી અધિકારોનું હનન થાય છે. આ પ્રથાને રોકવી જરુરી છે.
WHOના પ્રવક્તા તારિક જસારેવિકે જીનેવામાં નિવેદન આપતા જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરાયેલ તિથિ ૬ ફેબ્રુઆરી વિશ્વને યાદ કરાવશે કે મહિલા જનનાંગ ખતનાની પ્રથાને સમાપ્ત કરવાના પ્રયત્નોની જરૂરત છે, કારણ કે વિશ્વમાં ૨૦ કરોડ મહિલાઓ અને યુવતીઓ આ પ્રથાની ક્રૂરતાથી પ્રભાવિત છે.
આફ્રિકા, મધ્યપૂર્વ અને એશિયાના લગભગ ૩૦ દેશોમાં મોટેભાગના લોકો આ પ્રથાથી પ્રભાવિત છે, આ પ્રથા સાંસ્કૃતિક અને ધાર્મિક રીતિરિવાજામાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ખતના નવજાત શિશુ અને ૧૫ વર્ષ સુધીની બાળાઓ સાથે કરવામાં આવે છે. ખતના પ્રથામાં વિશ્વાસ રાખનાર સમુદાય મુજબ મહિલાઓની ખતના પ્રથા તેમનામાં સેક્સની ઇચ્છાને ખતમ કરે છે. આ પ્રક્રિયાથી તેમની ચાલ-ચલગત બગડતી નથી અને તેઓ તેમના પતિ પ્રત્યે વફાદાર રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



