દેડીયાપાડા મોરજડી ગામની સીમમાં ખેતરમાં ભાગ બાબતે મારામારી 

0
40

સગા પુત્રએ વિધવા માતાને લાકડી વડે માર માર્યો 

રાજપીપળા : આજના કળયુગમાં જમીનના ભાગ બાબત મહત્વનો બની ગયો કે સગી વિધવા માતાને સાગા પુત્રએ માર માર્યો, મોરજડી ગામે ખેતરમાં કામ કરતી માતાને મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડાના મોરજડી ગામના વડફળીયા માં રહેતા 57 વર્ષીય નવીબેન રૂપજી વસાવા ગત રોજ પોતાના ખેતરમાં રોજગારીમાં પાળ બનાવવાનુ કામ ચાલતુ હોય ત્યાં બીજા ગામના માણસો સાથે કામ કરતા હતા. તે વખતે તેનો પુત્ર કરણસીંગ રૂપજી વસાવા ખેતરમાં આવી મને જમીનમાં ભાગ કેમ ઓછો આપ્યો તેમ કહી તેના હાથમાના દંડા વડે માતા નવીબેનને માર માર્યો જેમાં ડાબા હાથે કાંડા પાસે મારી ફેકચર થયું સાથે બરડા, હાથ પગે સપાટો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. માતાએ પુત્ર વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY