રિલાયન્સ જિયો સાથેની ટક્કરમાં હરિફ કંપનીઓને પડ્યો મોટો ફટકો

0
47

ન્યુ દિલ્હી,તા.૨૮
એક સમય હતો જ્યારે મોબાઈલ પર ફક્ત કોલ સાંભળવાથી જ ૧૫-૧૬ રૂપિયા પ્રતિ મિનિટના ચુકવવા પડતા. આજે એવો સમય છે કે બજારમાં એટલી કંપનીઓ ઉપલબ્ધ છે કે ગ્રાહકને ખુબ જ ફાયદો મળી રહ્યો છે. કંપનીઓ વચ્ચે ગળાકાપ હરિફાઈના કારણે સરેરાશ ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. ટેલીકોમ કંપનીઓ પોતાની તરફ ગ્રાહકોને ખેંચી રાખવા રીતસરના વલખા મારે છે.
હાલમાં જ્યારે રિલાયન્સે જિયોને માર્કેટમાં ઉતાર્યુ તો સૌથી સસ્તા કોલ દર આપ્યા છે. આ હરિફાઈમાં બીજી કંપનીઓને પણ પોતાના પ્લાન બદલવા પડ્યો.સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલને પણ પોતાની નીતિમાં ફેરફાર કરવો પડ્યો હતો.છેલ્લા એક વર્ષમાં તો જિયોએ જે પ્લાન આપ્યા છે તેનાથી તેની હરિફ કંપનીઓ હાંફવા લાગી છે. આ બધાનું નુકસાન નાની કંપનીઓ પર એટલી હદે થયુ છે કે કંપનીઓ વિલય થઈ ગઈ છે.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોના જે પ્લાન આવ્યા તેનું સૌથી વધુ નુકસાન વોડાફોન-આઇડિયાને થયુ છે. બ્લૂમબર્ગના આંકડાઓ મુજબ રિલાયન્સ જિયો ૨૦૧૭ના જૂનમાં વોડાફોન-આઇડિયાની સરખામણીમાં સાત ટકાનો વધારો થયો છે.રિલાયન્સ જિયોએ ભારતી એરટેલ કરતા ૨ ટકાનો વધારો કર્યો છે.
આ સિવાય બીએસએનએલ, એમટીએનએલ, એયરલેસ લિમિટેડ, રિલાયન્સ કમ્યુનિકેશન, ટેલીનોર અને ટાટા ટેલીસર્વિસીઝની સરખામણીએ ૧૪ ટકાનો વધારો થયો છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY