ગાંધીનગર,તા.૨
શ્રાવણમાં તહેવારો ચાલી રહ્યા છે અને ભક્તિમય માહોલ ચાલી રહ્યા છે તેવા સમયે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી હાર્દિકની મળવા પહોંચ્યા હતા. હાર્દિકને મળીને જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે, કોઈપણ સરકાર વિરૂધ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક બાબત છે.
હાર્દિકને મળ્યા બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે કોઈપણ સરકાર વિરૂધ્ધ યુવાને અનશન કરવા પડે તે શરમજનક વાત છે. હું સમજુ છું કે આ સમાજ મૂળ નિવાસી લોકો છે, જે સમાજના વિકાસ માટે કરી રહ્યા છે. જન સંખ્યા આધારે આરક્ષણ છે શૈક્ષણિક રીતે બેકબર્ડ લોકો માટે છે તો ૪૯ ટકા મુજબ આપી શકાય તે લિમિટ યોગ્ય નથી. અન્ય રાજ્યમાં ૭૦ ટકા આરક્ષણ છે. આર્શીવાદ આપું છું કે દેશમાં આરક્ષણ માટે એક રસ્તો બતાવ્યો છે. દેશમાં ૫૫ લાખ ખેડૂતો આત્મહત્યા કરે છે. સરકાર પાપ કરી રહી છે તે ભોગવવું પડશે. આ બેદર્દો ની સરકાર છે. અગાઉ સામાજિક,ઇકોનોમિક થયેલો સર્વે જમા કરાવ્યો છે તે જાહેર કરે. હાર્દિક પટેલને અમારું સમર્થન છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




