હાર્દિકનું વસિયતનામું, માતાપિતા,૧૪ મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને વારસદાર બનાવી અને નેત્રદાનની ઈચ્છા જાહેર કરી

0
7

ગાંધીનગર,તા.૨
આમરણાંત ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલે પોતાનું વસિયતનામું જાહેર કર્યું છે.હવે કોઈપણ ક્ષણે પોતાનું મૃત્યુ થઈ શકે છે તેવી માન્યતાના કારણે હાર્દિકે વસિયતનામું જાહેર કર્યું છે. હાર્દિકના આંદોલનકારી સાથી મનોજ પનારાએ વસિયતનામું જાહેર કર્યું છે.
હાર્દિકે પોતાની સંપત્તિ પોતાના માતા-પિતા, બહેન, વતનની ગૌશાળા અને અનામત આંદોલનમાં શહીદ થયેલા ૧૪ યુવાનોના પરિવારને આપવાનું જાહેર કર્યું છે.તેમજ ઉપવાસ દરમિયાન મૃત્યુ થાય તો પોતાના નેત્રોનું દાન કરવાનું જાહેર કર્યું છે.
પોતાની સંપત્તિમાં હાર્દિક પટેલે બેંકમાં પડેલા ૫૦ હજાર રૂપિયા, એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, એક કાર અને તેમના જીવન પર લખાઈ રહેલી ‘હું ટૂક માય જાબ’ નામની બૂકમાંથી મળનારી રોયલ્ટી જાહેર કરી છે.
પોતાના મૃત્યુ બાદ બેંકમાં રહેલા રૂ. ૫૦ હજાર પૈકી ૨૦ હજાર તેના માતા- પિતાને અને ૩૦ હજાર પોતાના વતનમાં રહેલી ગૌશાળામાં આપવાનું વસિયતનામાં જણાવ્યું છે.જ્યારે કારમાંથી મળનારી રકમ, ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી મળનાર રકમ અને બૂકની રોયલ્ટી તરીકે મળનાર રકમ પૈકી ૧૫ ટકા રકમ તેના માતા- પિતાને, ૧૫ ટકા રકમ નાની બહેનને અને બાકીની રકમ આંદોલનમાં શહિદ થયેલા ૧૪ યુવાનોના પરિવારોને આપવાનું વસિયતનામાં લખ્યું છે.હાર્દિકનું આ વસિયતનામુ તેના આંદોલનકારી સાથી મનોજ પનારાએ જાહેર કર્યું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY