વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આજે ચાર વર્ષ પૂર્ણ કરી ચુકી છે ત્યારે જુદા જુદા વિષયને આવરી લઇને હાલમાં જ મહા અને મેગા પોલ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ મેગા પોલમાં ભાગ લેનાર લોકો પૈકી ૫૫ ટકા લોકોએ પોતાના અભિપ્રાય આપતા કહ્યુ છે કે વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ છેલ્લા ચાર વર્ષના ગાળામાં લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. જીવન સ્તરને સુધારા માટે લેવામાં આવી રહેલા પગલાથી લોકો સંતુષ્ટ દેખાયા છે. જા કે પોલમાં ભાગ લેનારા ૩૩ ટકાથી વધુ લોકોએ એમ પણ કહ્યુ છે કે તેમના જીવનમાં મોદી સરકાર આવ્યા બાદ પણ કોઇ સુધારો થયો નથી. પોલ ટાઇમ્સ ગ્રુપની નવ ભાષામાં કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. પોલ પ્રક્રિયા નવ ન્યુઝ સાઇટ પર ૨૩મી મેથી ૨૫મી મે વચ્ચે હાથ ધરવામાં આવી હતી. પોલમાં ભાગ લેનાર તમામ લોકોને ૧૦ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સાઢા આઠ લાખથી વધારે રિડર્સ દ્વારા પોલમાં રસ દર્શાવવામાં આવ્યો હતો. વોટિગ પેટર્નને કોઇ પણ અસર ન થાય તે માટે રિડર્સની સામે તેમના પરિણામ જાહેર કરવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કે એક યુઝર્સ પોલમાં એક જ વખતે ભાગ લઇ શકે. સરકારની વિદેશ નીતિથી તમામ લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. મેગા પોલમાં ભાગ લેનાર ૬૨ ટકાથી વધારે લોકોએ મોદી સરકારની વિદેશ નીતિને ખુબ સારી ગણાવી છે. ૧૭.૪૩ ટકા લોકોએ સારી ગણાવી છે. આવી રીતે ૮૦ ટકા લોકોએ સરકારની નીતિને સારી અથવા તો ખુબ સારી ગણાવી છે. ૧૬ ટકા જેટલા લોકોએ વિદેશ નીતિને ફ્લોપ ગણાવી છે. ચાર ટકા જેટલા લોકો તેમના કોઇ અભિપ્રાય આપી શક્યા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




