જીવદયા પ્રેમીઓ દ્રારા બે અત્યંત ઝેરી કોબ્રા પકડી સલામત સ્થળે છોડવામાં આવ્યા.

0
380

ભરૂચ ના જીવદયા પ્રેમીઓ દ્રારા બે અલગ અલગ જગ્યા પરથી અત્યંત ઝેરી કોબ્રા સાપ પકડી સલામત સ્થળે છોડવામાં આવ્યા હતાં.

હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોઈ જમીનોમાં પાણી ભરાઈ જવાના કારણે જમીની અને વન્ય જીવો બહાર નીકળતા હોય છે અને ગમે તે સલામત જગ્યામાં ઘૂસી જતા હોવાના બનાવો ચોમાસામાં જોવા મળે છે.ત્યારે બે દિવસમાં ભરૂચ શહેરના અલગ અલગ બે વિસ્તારો એક દાંડિયા બજાર ધોલેશ્વર મહાદેવ ના મંદિર પાસે અને બીજો જે.બી.મોદી પાર્ક નજીક ભારતી નગરમાં આવેલ મકાન ના ટીવી શોકેઝ પાછળ અત્યંત ઝેરી કોબ્રા દેખાતા સ્થાનિક લોકો દ્રારા આ અંગેની જાણ ભરૂચ શહેરમાં વર્ષોથી જીવદયા પ્રેમી તરીકે કામગીરી કરતાં વન વિભાગના વાઈલ્ડ લાઈફ વોર્ડન આશીષ શર્મા તથા મીરા કન્સલ્ટસી એનિમલ હેલ્પલાઈન ના સભ્યો નિલેશ ઠક્કર,જયરામ રમેશ અને કામધેનુ ગૌરક્ષા સમિતિના શૈલેન્દ્રસિંહ, અનિલ મહેતા,સુરપાલસિંહ, રવિ નાયક,હિરેન,ઉમેશ પટેલ સહિતના લોકો કરાતા તેવોએ જગ્યા પર પહોંચી ભારે જહેમત બાદ બંનેવ જગ્યાઓ પરથી સહીસલામત ઝેરી કોબ્રાને પકડી અનુકૂળ અને સલામત જગ્યા પર છોડવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી વાતાવરણ માં વન્ય જીવો બહાર નીકળી આવતા હોય છે જેમાંથી અમુક જીવો માનવી જીવ માટે જોખમકારક હોય છે અને જો તેમના વિષેની જાણકારી વગર તેમને પકડવાની કોશિશ અથવા અમુક લોકો સેલ્ફી લેવામાં આવે તો આ જીવ મનુષ્ય માટે અત્યંત જોખમી બની શકે છે.જેથી કોઈ પણ જગ્યા પર વન્ય જીવ દેખાય તો તુરંત વન વિભાગ અથવા તો વાઈલ્ડ એનિમલ રેસ્કયુ એક્સપર્ટ ને બોલાવવા જોઈએ જેથી કોઈ પરેશાની ના થઈને વન્ય જીવ અને આપણે પણ સલામત રહી શકીએ છીએ.

ભરૂચના વિસ્તારમાં કોઈ પણ જગ્યા પર જાનવર કે સરી સર્પ પકડવા આ નંબરો પર સંપર્ક કરવો
આશિષ શર્મા:- 8200486135,  9067217186, રમેશ દવે:-  999896792 તથા જયરામ:-  8866213356 નો સંપર્ક કરવો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY