પાકિંગ મુદ્દે થયેલી યુવકની હત્યાના કેસમાં પિતા-પુત્ર સહિત ૩ની ધરપકડ

0
39

વડોદરા,તા.૨૪
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા આમીર કોમ્પ્લેક્ષમાં પા‹કગ મુદ્દે થયેલી યુવકની હત્યાના મામલે પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ પહેલા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા આમીર કોમ્પ્લેક્ષમાં રહેતા યાસીન ભોલાભાઇ મેમણનો પુત્ર ઇલિયાસ ગત રવિવારે સાંજે ૬ઃ૩૦ વાગ્યાના સુમારે કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આવેલી કબીર ચિકન સેન્ટરની દુકાનના ગ્રાહકોને વાહન વ્યવસ્થિત પાર્ક કરવા કહેવા ગયો હતો. આ બાબતે દુકાનના માલિક ફારૂક અબ્દુલ ગફુર શેખ સાથે ઝઘડો થયો હતો. ફારૂક સાથે તેની પત્ની ફરીદા, દીકરો ફરહાન, ભાઇ મુન્નો અને નોકર પરવેઝ ઉર્ફે ટકલો પણ ધસી આવ્યાં હતાં. અને ફારૂક સહિત પાંચે શખ્સોએ ગુનાઇત કાવતરું રચી ઇલિયાસને માર માર્યો હતો. તેને છાતીના ભાગે ચાકુ મારી માથામાં ઇંટ મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઉપરાંત યાસીન મેમણને પણ મારી નાખવાની કોશિશ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY