જે.એન.સી. હાઈસ્કૂલ મરોલીનો સુવર્ણજયંતી મહોત્સવ યોજાયો હાઈસ્કૂલના નવા મકાનનું ભૂમિપૂજન કરતા મંત્રી પાટકર

0
43

વલસાડ, તા.૫
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ખાતે મરોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.એન.સી. હાઇસ્કૂલના પ૦ વર્ષ પૂર્ણ થતાં તેનો સુવર્ણ જયંતિ મહોત્સવ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને શાળાના પટાંગણમાં યોજાયો હતો. આ અવસરે વિવિધ દાતાઅોના સહયોગથી નિર્માણ પામનાર શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત પણ મંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.
આ અવસરે ગોલ્ડનગર્લ સરિતા ગાયકવાડને વિવિધ દાતાઅો દ્વારા અપાયેલા પાંચ લાખનું પ્રોત્સાહક ઇનામના ચેકોનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે તેમના માતા-પિતાને કરાયું હતું. જ્યારે શાળા વિકાસમાં સહયોગી દાતાઅો, ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઅોનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે શાલ અોઢાડીને સન્માન કરાયું હતું.
આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વિદ્યાદાન એ મહાદાન છે. શિક્ષણના કાર્ય માટે કરેલું દાન સૌથી મહાન છે, ત્યારે આ શાળાના વિકાસ તેમજ નવા મકાન નિર્માણ માટ સહયોગ આપનાર દાતાઅો અભિનંદનને પાત્ર છે. મંત્રીશ્રીએ મરોલી ગામની ભૌગોલિક પરિસ્થિતિની વિસ્તૃત જાણકારી આપી હતી. આદિવાસી વિસ્તારમાંથી આવેલી દીકરી સરીતા ગાયકવાડે એશિયાડ રમતમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યુ છે, તે આપણા સૌના માટે ગૌરવની વાત છે. શાળાના બાળકોને પ્રાર્થના અને સ્વાગત ગીત તેમજ મનમોહક ગરબો રજૂ કર્યો હતો.
આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલ, મરોલીના સરપંચ લતાબેન, શાળાના આચાર્ય દિનેશભાઇ ટંડેલ, સરીગામ ઇન્ડ. એસો.ના પ્રમુખ શિરિષભાઇ દેસાઇ, ઉમરગામ ઇન્ડ. એસો.ના પ્રમુખ પપ્પુભાઇ દાતાઅો સર્વે હનીફભાઇ, રાજુભાઇ હાલાણી, બિપીનભાઇ કારલા, હસમુખભાઇ પટેલ, રીષી કાલરા, જીતેન્દ્રભાઇ મહેર, ઇશ્વરભાઇ બારી, ગણપતભાઇ જૈન, કમલેશભાઇ, રાજેશભાઇ, દિલીપભાઇ, સંતોષભાઇ, બબલુભાઇ, હારૂનભાઇ, ટ્રસ્ટી મંડળના સભ્યો,શાળા પરિવાર, વિદ્યાર્થીઅો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY