સમગ્ર દેશ ગૌરવ લે એવો વિકાસ સુરતે કર્યો છે : મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ સુરતવાસીઅોને પાયાની સુવિધાઅો ઝડપથી પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : કૌશિકભાઈ પટેલ

0
41

સુરત, તા.૫

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે શરૂ કરેલ વિકાસ યજ્ઞમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળ રાજ્ય સરકારે વિકાસની બાબતે નવી ઊંચાઇઓ સર કરી છે, જેમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ ગૌરવ લઇ શકે એવો વિકાસ હાંસલ કર્યો છે’, એમ રાજ્યના મહેસુલમંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે આજે સુરતવાસીઓને રૂ.૪૨.૦૬ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા નિર્મિત રાંદેર અને લિંબાયત ઝોનમાં વિસ્તારમાં રૂ.૧૮.૫૫ કરોડના ખર્ચે સાકારિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને તથા કતારગામ, અઠવા અને વરાછા વિસ્તારમાં રૂ.૨૩.૫૧ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના મહેસુલમંત્રીશ્રી કૌશિકભાઈ પટેલના હસ્તે આજ રોજ સંપન્ન થયું હતું.
લિંબાયત સ્થિત સુમન હાઈસ્કૂલ ખાતે આયોજિત સમારોહમાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આ સરકારે પછાત, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વિશેષ ચિંતા કરી છે. શહેરી વિસ્તારના ગરીબ બાળકોને સ્થાનિક સ્તરે સંસ્કારયુક્ત શિક્ષણ અને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે કરોડોના ખર્ચે વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભૂતકાળની સરકારે વિકાસની બાબતને અવગણી હતી. ૫૦ વર્ષના સાશનમાં તેઓ જે ન કરી શકયા તે તે અમારી સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં કરી બતાવ્યું છે. આજે વિકાસની પરિભાષા બદલાઈ છે, ત્યારે રાજ્ય સરકાર લોકોની અપેક્ષા મુજબ પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી પૂર્ણ કરી રહી છે. આજે સરકાર શહેરી ગરીબોના સર્વાંગી વિકાસ માટે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ મંત્રને સાકાર કરવા નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં કરોડોના કામો હાથ ધરી રહી છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, રોજગારી સહિતની સુવિધાઓ તમામ પ્રાથમિક બાબતોને પ્રાપ્ય બનાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આજે જ્ઞાતિવાદ અને પ્રાંતવાદની વાતો થઇ રહી છે. ત્યારે સુરતના લોકોએ વડાપ્રધાનશ્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવા અપનાવેલી ભાઈચારાની ભાવનાને બિરદાવી સુરત મીની ભારત હોવાનું જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જહાંગીરપુરાથી અમરોલી-સાયણ જતા ખાડી બ્રિજ, વરીયાવ ડ્રેનેજ પપીંગ સ્ટેશન પાસે ખાડી બ્રીજ, કવિ કલાપી ગાર્ડનમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રામેશ્વરનગર સુમન શાળાનું લોકાર્પણ તેમજ કતારગામમાં ગાર્ડનના સિવિલ કામો, ડુમસમાં ૨૧ લાખ લીટરની ઓવરહેડ ટાંકી, પનાસ બી.આર.ટી.એસ. જંક્શનથી સોહામ સર્કલ સુધીના સિમેન્ટ કોન્ક્રીટ રોડ તથા બિટ્યુમીનસ રોડ, પૂણા ખાતે શાકભાજી અને ખેતપેદાશ માર્કેટના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું.
પ્રારંભે સ્વાગત પ્રવચન કરતાં મેયરશ્રી ડો.જગદીશ પટેલે સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ તેમજ આગામી સમયમાં થનાર વિવિધ વિકાસ કામોની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે મેયરશ્રી ડો.જગદીશ પટેલે ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, શ્રીમતિ સંગીતાબેન પાટીલ, મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, પૂર્વ મેયર શ્રીમતિ અસ્મિતાબેન શિરોયા, ડે.મેયરશ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અનિલ ગોપલાણી સહિત મનપાના તમામ પદાધિકારી/અધિકારીઓ, શહેરીજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY