સુરત, તા. ૧૦
એમ્બ્રોઈડરી જાબવર્ક કરનાર રૂપિયા ૨૯.૧૨ લાખની કિંમતની સાડી-લેસપટ્ટી- દુપટ્ટા લઈ જઈ પરત નહીં આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વેપારીએ પૂણા પોલીસ મથકે નોંધાવી હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા ગામ વિક્રમનગરમાં રહેતા સાડી વેપારી અશ્વિનભાઈ કુરજીભાઈ ડાભીએ આરોપી સુરેશ ઉર્ફે શૈલેશ મનસુખ ઉર્ફે મનુ વઘાસિયા (રહે. રિદ્ધિ સિદ્ધિ રો -હાઉસï, કામરેજ ચાર રસ્તા) લાલજીભાઈ, કલ્પેશ કવાડ, જયંતિભાઈ, પીયૂષ બલર વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ જાબવર્ક કરવા માટે ફરિયાદી પાસેથી રૂ. ૨૬,૧૨,૧૫૦ની કિંમતની ૯૭૪૩ નંગ સાડી, લેસપટ્ટી, બુટ્ટા, ડાયમંડ સહિત રૂ. ત્રણ લાખનો માલ મળી કુલ રૂ. ૨૯,૧૨,૧૫૦નો માલ લઈ ગયા બાદ પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પૂણા પોલીસે ફરિયાદ નોંધી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



