સુરત, તા. ૧૦
પત્ની નોકરી જવા માટે તૈયાર કરતા હતા. ત્યારે પતિએ શરીર સંબંધ બાંધવા માટે ઝઘડો કરી ઢીક-મુક્કીનો માર મારી રૂમમાં બંધ કરી દઈ શારીરિક – માનસિક ત્રાસ ગુજાર્યો હતો. બનાવ સંદર્ભે કતારગામ પોલીસ મથકે પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ ધોળકિયા ગાર્ડન સામે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ફોટોગ્રાફ દિનેશ નરસિંહ પરમાર વિરુદ્ધ પત્નીએ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષથી આરોપી પતિ પત્નને મારઝૂડ કરતો હતો. સંતાનોનું ભવિષ્ય બગડે નહીં અને ઘરસંસાર ભાંગે નહીં એ માટે પત્ની સહન કરતી હતી. બનાવના દિવસે જ્યારે પત્ની નોકરી ઉપર જવા માટે તૈયારી કરતી હતી, ત્યારે પતિએ શારીરિક સંબંધ બાંધવા માટે પત્ની સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પત્નીએ પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા પતિએ પત્ïનીને રૂમમાં પૂરી દીધી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિ અવાર નવાર શારીરિક ત્રાસ ગુજારતો હતો. બનાવ અંગે કતારગામ પોલીસ પત્નીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



