લુપ્ત થઈ રહેલ ધોરાડ પક્ષી માટે કૂતરાઓ બન્યા ‘કાળ’, હાઈકોર્ટમાં પિટિશન દાખલ

0
5

જોધપુર,તા.૧૯
રાજસ્થાનનું રાજ્ય પક્ષી અને લુપ્ત થઈ રહેલા ગ્રેટઈન્ડિયન બસ્ટર્ડ એટલે કે ધોરાડ માટે હવે રણના ખુલ્લા મેદાનમાં રખડતા કૂતરાઓ કાળ સમાન બન્યા છે. કાળિયાર બાદ હવે ધોરાડ પર પણ કૂતરાઓનો ઓછાયો મંડરાયો છે અને અત્યંત ભયજનક સ્તરે પહોંચેલા ધોરાડ પક્ષીઓ લુપ્ત થવાનું સંકટ તોળાઈ રહ્યુ છે. રાજ્ય સરકારના સંરક્ષણના અનેક પ્રયાસો છતા પણ ઉડતા પક્ષીમાં આ સૌથી વજનદાર તેવું પક્ષી કદાચ આગામી પેઢીઓને માત્ર પુસ્તકોમાં જ જાવા મળશે. વન્યજીવો પ્રત્યે રસ ધરાવતા લોકોનું માનવું છે કે જેસલમેર આસપાસના વન વિસ્તારમાં રખડતા કૂતરાઓનો રાફડો ફાટ્યો હોવાથી આ પક્ષી માટે તેઓ કાળ સમાન બની રહ્યા છે.
‘ધોરાડના સંરક્ષણના પ્રયાસો વચ્ચે કૂતરાઓ જોખમરૂપ બન્યા છે. તેઓ ધોરાડ તેમજ તેના ઈંડાને હડપી જઈ આ પક્ષીનો નાશ કરી રહ્યા છે,’ તેમ પોખરણના પક્ષીપ્રેમી રાધેશ્યામ પેમાનીએ જણાવ્યું હતું. પેમાનીના મતે કૂતરાઓ સાંજના સમયે ખોરાકની શોધમાં હોય છે અને વધુ વજનને પગલે ઉડવામાં વિલંબ થતા ધોરાડ તેમનો શિકાર બને છે.
ધોરાડ પક્ષીનું ૧૫ કિલોગ્રામ સુધી હોય છે. કૂતરાઓ પાછળ પડતાં આ પક્ષીને ઉડવામાં થોડો સમય લાગે છે. વધુ વિલંબ ક્્યારેક જીવલેણ પુરવાર થાય છે અને પરિણામે તે બચી શકતું નથી. રિપોર્ટ મુજબ ૧૯૮૦ સુધી આશરે ૨૦૦૦ જેટલા ધોરાડ પશ્ચિમ ભારતમાં જાવા મળતા હતા. પરંતુ શિકારી પ્રવૃતિ વધતા તેમજ ઘાસના મેદાનોમાં થયેલા તીવ્ર ઘટાડાને પગલે આ પક્ષી લુપ્ત થવાને આરે છે. ૨૦૧૧માં ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરએ ધોરાડને અત્યંજ ભયજનક શ્રેણીમાં મુકિયું હતું. રાજસ્થાન હાઈકોર્ટમાં ધોરાડની સુરક્ષા અને સંરક્ષણ માટેની એક પિટિશન પણ સાંભળવામાં આવી હતી જેમાં તેના અસ્તિત્વ સામેના જોખમોને ઓળખીને અસરકારક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY