મુંબઈ,તા.૨૭
ભૂષણ કુમાર અને નિખિલ અડવાણી જાડે એક સાથે છ ફિલ્મોનો કરાર કનારા અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમે કહ્યું હતું કે અમારી પહેલી ફિલ્મ ૧૯૧૧ની ઐતિહાસિક ફૂટબાલ સ્પર્ધા વિશેની હશે.
પોખરણ અને સત્યમેવ જયતેની સફળતા પછી રાતોરાત જ્હાન બીઝી કલાકારોની હરોળમાં આવી ગયો હતો. એ અત્યાર અગાઉ વરસે એકાદ બે ફિલ્મ માંડ કરતો હતો. આ વખતે એણે
પહેલીવાર એક સાથે છ ફિલ્મોનો કરાર કર્યો હતો. એમાંની એકાદ બે ફિલ્મમાં એ સહનિર્માતા પણ હશે. આ ફિલ્મને ૧૯૧૧ ટાઇટલ આપવામાં આવ્યું છે. એ વિશે બોલતાં જ્હાને કહ્યું, ‘પહેલી ફિલ્મ શિબદાસ ભાદુરીની આગેવાની હેઠળ ભારતીય ફૂટબાલ ટીમે રચેલા ઇતિહાસની વાત પર
આધારિત છે. આ ફિલ્મ માત્ર સ્પોર્ટની વાત નથી કહેતી. એ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ સંકળાયેલી છે એટલે એનું મહત્વ ઔર છે. શિબદાસનો રોલ હું પોતે કરવાનો છું.’
એણે ઉમેર્યું હતું કે આ કથા માત્ર ફૂટબાલ કોચની નથી. સ્વતંત્રતા સંગ્રામ પણ એની સાથે સંકળાયેલો છે એટલે હું આ કથાને ખૂબ મહત્વઆપું છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







