છેલ્લા બે મહિના માં ચારેક વખત સમારકામ ના નામે આખો દિવસ વીજ પુરવઠો બંધ રાખવા છતાં શનિવારે 11 કે.વી.ની લાઈન ની કામગીરી માટે આઠ કલાક બંધ રહેતા લોકો ગરમીમાં બફાયા.
રાજપીપળા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા છાસવારે વીજપુરવઠો બંધ રાખતા લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો ચોમાસુ શરૂ થયાને બે મહિના જેવો સમય થયો હોય આ બે મહિના માં લઘભગ ચોથી વખત આખો આખો દિવસ સમારકામના નામે વીજળી બંધ રહેતા લોકો અકળાઈ ઉઠ્યા હતા ત્યારે શનિવારે સવારે આઠ થી સાંજે છ વાગ્યા સુધી 11 કે વી ની લાઈન ની કામગીરી માટે વધુ એક દિવસ લાઈટો બંધ રાખવાની જાહેરાત થતાંજ હાલ પડી રહેલી આકરી ગરમી માં લોકો સેકાઈ ગયા હતા અગાઉ વારંવાર સમારકામ કરવા છતાં ફરી સમારકામ કરવાની વાત આવતા અગાઉ ની કામગીરી પર અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે ગ્રાહકો પાસે તગડા બીલો વસુલ કરતી વીજ કંપની ને જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ વારંવાર વીજળી બંધ રાખવાની કેમ પરવાનગી આપતા હશે…? કેમ વીજ કંપનીના અધિકારીઓ નો ઉધડો લેવાતો નથી એવી ઠેર ઠેર વાત સાંભળવા મળી હતી .સરકારી કચેરીઓ માં જાહેર રજા હોય ત્યારે વીજળી બંધ ની પરવાનગી અપાય છે ત્યારે અન્ય લોકો ની શું હાલત થતી હશે એ જોવા પરવાનગી આપતા અધિકારીઓ ચાલુ દિવસે વીજળી બંધ રખાવી જાત અનુભવ કરે ત્યારે એમને અન્ય લોકોની તકલીફ નો અંદાજ આવશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




