સરદાર સરોવર ની જળસપાટીમાં વધારો 110.82 મીટરે પહોંચતા 118 દિવસ બાદ IBPT ટનલ બંધ કરાઈ

0
110

જળસપાટી વધતા કેનાલ હેડ પાવરહાઉસ ચાલુ કરાયા

રાજપીપળા : ગુજરાત માટે એક સારા સમાચાર જીવાદોરી નર્મદા ડેમ ખાતેથી મળ્યા છે.નર્મદા ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં જ અવિરત વરસાદ પડતાં ડેમમાં પાણીની સપાટી 7 મીટર વધી જવા પામી છે.આજે પાણીની સપાટી 110.82 મીટર પહોંચી છે.ત્યારે હાલ ડેમ પર લાગેલા જળસંકટ ના ગ્રહણ દૂર થયા છે એક મહિના પહેલા ડેમમાં પાણીની સપાટી 104 મીટર સુધી પહોંચી ગઈ હતી.ગત 19 ફેબ્રુઆરીનાં રોજ પાણીનું લેવલ 110.64 મીટર થઈ જતા નર્મદા ડેમ પર રાજકારણ પણ રમાયું અને સરકારે ઇતિહાસ પ્રથમ વાર IBPT (ઇરીગેશન બાયપાસ ટનલ ) નો ઉપયોગ કરવો પડ્યો હતો આજે નર્મદા ડેમ સંપત્તિ 110.64 પર કરતા IBPT ટનલ બંધ કરવામાં આવશે એબબતે નર્મદા નિગમ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા બેઠક કરી ચર્ચા પણ કરવામાં આવી હતી અંતે આજે નર્મદા કંટ્રોલ ઓથોરિટી એ નિગમ ને ટનલ બંધ કરવાની પરમિશન આપતા IBPT ટનલ 118 દિવસ બાદ બંધ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા બંધ હાલ જળ સંકટ થી બહાર છે અને IBPT ટનલ છેલ્લા 118 દિવસમાં લાખો ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરી રાજ્યને પીવાનું અને સિંચાઈ નું પાણી આપતી રહી હવે જળ સંકટ ટળી જતા જેને બંધ કરી દેવાઈ અને કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ કરવામાં આવી હવે કેનાલ હેડ પાવર હાઉસ નું ટર્બાઇન ચાલુ કરી જેના ડિસ્ચાર્જ વડે કેનાલમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY