પથારી તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો ડૂબ્યા, એકનું મોત

0
9

વલસાડ,
તા.૧૫/૪/૨૦૧૮

ત્રણ મિત્રો પૈકી બેને સહી સલામત તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા

વલસાડ ખાતે આવેલા પથારી તળાવમાં ત્રણ મિત્રો ન્હાવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણેય ડૂબવા લાગ્યા હતા. જે પૈકી બેને તળાવમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક મિત્રનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભોગ દોડી આવ્યું હતું. અને યુવાનની લાશને બહાર કાઢી હતી.

વલસાડના પથારી તળાવમાં વલસાડની ગ્રીનપાર્ક વિસ્તારના ત્રણ મિત્રો ન્હાવા માટે ગયા હતા. દરમિયાન ત્રણેય મિત્રો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેથી બચાવો બચાવોની બૂમાબૂમ થઈ ગઈ હતી. દરમિયાન ત્યાં જ કામ કરતી મજૂર મહિલાઓ ત્રણેય મિત્રો પૈકી બે મિત્રોની બચાવી લીધા હતા. જાકે, એક યુવાન ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. અને યુવાનની લાશની શોધખોળ કરી બહાર કાઢી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY