મહિલા સાથે સામુહિક દુષ્કર્મ આચરતા ખળભળાટ, પાંચની ધરપકડ

0
6

જુનાગઢ,તા.૨૭
ગીર સોમનાથના કોડીનારમાં ગેંગ રેપની ઘટના સામે આવી છે. કોડીનારની એક મહિલાને ઉનાના રવિ નામના શખ્સે પૈસાની લાલચ આપી બોલાવ્યા બાદ તેણે અને અન્ય બે શખ્સોએ મળીને ગીર ગઢડા તાલુકાની મામલતદાર કચેરી નજીકના વાડી વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આટલું જ નહીં, મહિલાના નગ્ન વીડિયો ઉતાર્યા બાદ મહિલાને વીડિયો વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના આશરે ત્રણ-ચાર મહિના પહેલા બની હતી, પરંતુ આખરે પીડિતાના વીડિયો ૧૫ દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં ચકચાર મચી હતી. જે બાદ પીડિતાએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
પીડિતાએ ઉના પોલીસ સ્ટેશનમાં રવિ અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તમામ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ પોલીસે એક દ્રોણ ગામ અને એક સાસણ ગામના આરોપી સહિત ૫ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, હજુ પણ વધુ બે આરોપીઓ આ કેસમાં હોઈ શકે છે અને આઇપીસી ૩૭૬ ડી અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તાપસ ચાલુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY