ભુજના ભૂજિયા ડુંગરમાં નિર્માણાધીન સ્મૃતિવનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવશે:મુખ્યમંત્રી

0
28

મુખ્યમંત્રીએ ભૂજિયા ડુંગર ખાતે ચાલી રહેલા વિકાસ કામોની જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી

પ્રમાણસરના પાણીના હટ, ફૂડ કોર્ટ, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, વિશ્રામ માટે બાંકડા સમેત સ્મૃતિવનને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવાશે

મુલાકાતીને કચ્છની સંસ્કૃતિ સાથે ભૂકંપ વખતના કચ્છની સ્થિતિની પણ અનુભૂતિ થાય એવું સંગ્રહાલય બનાવવા મુખ્યમંત્રીનું સૂચન

ભૂજિયા ડુંગરના લેન્ડ સ્કેપિંગમાં એનજીઓને સાંકળવા તથા રોજગારીની તકો ઉભી થાય એવું આયોજન કરવા રૂપાણીનું આહ્વાન

વર્ષ ૨૦૦૧ના ગોઝારા ભૂકંપમાં કચ્છમાં મૃત્યું પામેલા ૧૩૮૦૫ હુતાત્માઓની કાયમી યાદમાં ભૂજ સ્થિત ભૂજિયા ડુંગરમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દર્શાવી છે. કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ભૂજિયા ડુંગર ખાતે ચાલી રહેલા વિકાસ કામોની જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રૂપાણીએ જણાવ્યું કે, ભૂજિયા ડુંગરમાં આકાર પામી રહેલું સ્મૃતિજન દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષે એ પ્રકારે બનાવવાનું આયોજન છે. ભૂજિયા ડુંગરના ૪૭૦ એકર વિસ્તારમાં વિવિધ પ્રકારના કામો કરવામાં આવી રહ્યા છે. આ તમામ કામો ટુરિસ્ટ ફ્રેન્ડલી બનવા જોઇએ, તેવું  રૂપાણીએ સૂચન કર્યું હતું.

તેમણે આ બેઠકમાં એવી પણ સૂચના આપી કે પ્રવાસીઓને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે એ પ્રકારની સુવિધા સ્મૃતિ વનમાં ગોઠવવી જોઇએ. પ્રમાણસરના પાણીના હટ, ફૂડ કોર્ટ, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, બનાવવા પડશે. તદ્દઉપરાંત, વિશ્રામ માટે બાંકડા મૂકવા પણ તેમણે કહ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY