પિતાએ ઠપકો આપતા ધો.૧૨નાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો

0
6

જુનાગઢ,તા.૧૩
બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓ કરતા તેમનાં માતા પિતા અને પરિવારમાં ટેન્સન વધતુ જાય છે. જેનાથી માતા પિતા વિદ્યાર્થીઓને પણ વધારે વાંચવાનું દબાણ કરતા હોય છે. ક્યારેક વિદ્યાર્થીઓ આ દબાણ સહી લેતા હોય છે તો ક્યારેક વિદ્યાર્થીઓ અંતિમ પગલુ ભરી લેતા હોય છે. આવું જ કંઇક જુનાગઢનાં વંથલીમાં બન્યું છે. વંથલીના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢનાં વંથલી ગામમાં એક વિદ્યાર્થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોવાને કારણે પિતાએ તેને ઠપકો આપ્યો હતો. તેને વધુ અભ્યાસ કરવા કડક શબ્દોમાં સમજાવ્યું હતું. જેના કારણે આ વિદ્યાર્થી તણાવ સહન કરી શક્્યો ન હતો અને આપઘાત કરી લીઘો છે. આની જાણ થતાં આખા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે.
પરીક્ષા પહેલા કે પરીક્ષાનાં પરિણામ પહેલા વિદ્યાર્થીઓ નાં આપઘાત અંગે મનોચિકિત્સકો કહે છે કે, બાળકો પરીક્ષા વખતે ભારે તણાવ અનુભવે છે. તેનું એક કારણ સખત સ્પર્ધાનું વાતાવરણ છે. મોટા ભાગનાં બાળકો એક જ ક્ષેત્રમાં જવા માગતા હોઈ સ્પર્ધા આકરી બને છે. બાળકોને એક કે બે ઓપ્શનમા જવા તેમના માતાપિતા ભારે દબાણ કરે છે. ડોક્ટર અને એન્જિનિયર બનવા સિવાય બીજી ઘણી બધી તકો ઉપલબ્ધ છે. પસંદગી સિવાયનાં ઘણાં બધા ક્ષેત્રોમાં બેશક લોકો નામ અને ધન કમાઈ શકે છે જેની પર ભાગ્યે જ પરિવારનું ધ્યાન જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY