મહુવા,તા.૧૩
મહુવાના દરિયાકાંઠાના વિસ્તારમાં એક સિંહે માછીમાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવકનું મોત થયું છે. સિંહે શિકાર કર્યા બાદ માછીમારને ફાડી ખાધો હતો. માછીમારનો ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ગુરુવારે વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મૃતક યુવકની ઓળખ સરતાનપરના રામાભાઈ ચુડાસમા તરીકે કરવામાં આી છે. મહુવાના પિંગલેશ્વર નજીક ગુજરડા ગામ ખાતે આ બનાવ બન્યો હતો. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે ટ્રેકરે ભોગ બનનાર આ વ્યક્તિેને આ વિસ્તારમાં નહીં ફરવાની ચેતવણી પણ આપી હતી.
ભાવનગર વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના મહુવા પાસેના ગુજરડા ગામમાં રાત્રે બે વાગ્યાની આસપાસ બની છે. જેમાં એક સિંહે ગામના રેવન્યૂ વિસ્તારમાં ફરતાં રામાભાઈ દાનાભાઈ ચુડાસમા પર હુમલો કર્યો છે અને તેમનું મોત થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



