ગુજરાતમાં દારૂબંધી..!! અ..ધ..ધ..ધ.. ૮૦ લાખનો દારૂ ઝડપાયો

0
7

જુનાગઢ,તા.૯
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની હોય તેવી રીતે દારૂની રેલમછેલ થઈ રહી છે. રાજકોટ, વાંકાનેર, ભાણવડ બાદ હવે ભેસાણ અને બાબરા પાસેથી રૂપિયા ૮૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં દારૂબંધીની અમલવારી સામે વેધક સવાલ ઉભો થયો છે. ગુજરાતના ચેકનાકા ઓળંગીને ઘુસાડી દેવાયેલા ૧૮૯૬ પેટી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે સુત્રધાર સહિત ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
પ્રથમ ભેસાણ તાલુકાના ખારચીયા ગામની સીમમાં આવેલી બાવા નાનજી કાઠીની વાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે અને કટિંગ થઇ રહ્યું છે તેવી બાતમી મળી હતી. જેથી રેન્જ આઈ. જી. સુભાષ ત્રિવેદીની સૂચનાથી આર.આર.સેલની ટીમે દરોડો પાડતા ત્યાં દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. પોલીસે આ સ્થળેથી ૪૬ લાખથી વધુનો વિદેશી દારૂનો ૯૦૭ પેટી જથ્થો પકડી પાડ્યો હતો. આ સાથે પંજાબના ટ્રકચાલક મુખ્તાર સિંહ અને જૂનાગઢમાં રહેતા વિજય કાનજી સોલંકીને પકડી લીધા હતા. જાકે જૂનાગઢનો બુટલેગર કિશા લક્ષ્મણ સોંદરવા, સની કિશન સોંદરવા, પરેશ સોંદરવા અને કિશન બાબુ ખાંટ નાસી છૂટ્યા હતા.
બીજા દરોડો બાબરા તાલુકાના દરેડ ગામે પાડવામાં આવ્યો હતો. જ્યાં બુટલેગર અશોક વાળા અને રણજીત ધાધલે વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળી હતી. પરિણામે દરેડ ગામની સિમને પોલીસે કોર્ડન કરીને કોમ્બિંગ કરતા નિર્જન સ્થળે એક ટ્રકમાંથી ચાર કારમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલુ હતી. જ્યાંથી એક શખ્સ પકડાયો હતો. જ્યારે સૂત્રધાર બુટલેગર સહિત ૭ શખ્સો નાસી છૂટયા હતા. આ સ્થળેથી ૩૭ લાખનો વિદેશી દારૂ મળી આવતા કબજે લઇને તપાસ આગળ ધપાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY