કન્સ્ટ્રક્શન સાઇટની ક્રેઇન રોડ પર તૂટી પડી, બે ઇજાગ્રસ્ત

0
8

વડોદરા,તા.૯
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી વિજયનગર સોસાયટી પાસે આકાર લઇ રહેલી નવી કન્સ્ટ્રકશન સાઇટની ક્રેઇન તૂટીને રોડ પરથી પસાર થઇ રહેલા બે વાહન ચાલકો ઉપર પડી હતી. આ ઘટનામાં એક યુવતી સહિત બે વાહનચાલકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
કન્સ્ટ્રક્શન સાઇટ પર બુધવારે સવારે ક્રેઇન દ્વારા પાયા ખોદવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ક્રેઇનનો નોપ તૂટી જતાં ક્રેઇન વચ્ચેથી તૂટીને વાહનોથી ધમધમતા હરણી-સંગમ રોડ પર પડી હતી. ક્રેઇન પડતા જ એક યુવતી સહિત સહિત બે વાહન ચાલકો રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે સુનિલભાઇ એસ. શાહને કમર પાસેનો બોલ તૂટી ગયો હતો.
ક્રેઇન રોડ પર પડવાની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY