રાજપીપલા શાકમાર્કેટ પાછળની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા પોલીસ ક્યારે દૂર કરશે ?

0
168

બે હોસ્પિટલો અને સ્થાનિક રહીશો માટે માથા નો દુખાવો બનેલો ટ્રાફિક અને આડેધડ પાર્કિંગથી પગપાળા જવું પણ મુશ્કેલ છે.વખતો વખત જિલ્લા ના ઉચ્ચ અધિારીઓને લેખિત રજુઆત કરવા છતા સ્થિતિ માં કોઈજ સુધારો નથી.

રાજપીપલા: રાજપીપલા શાક માર્કેટ પાછળ આવેલી બે હોસ્પિટલ તેમજ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બનેલી ટ્રાફિક સમસ્યા માટે હોસ્પિટલ ના તબીબો તથા સ્થાનિક જાગૃત નાગરિકો એ વખતોવખત લેખિત રજૂઆતો કરી છતાં વર્ષો ની આ સમસ્યા ઘટવા ને બદલે વધી રહી છે. પાલિકા તંત્ર દબાણો દૂર કરે છે પરંતુ આડેધડ પાર્કિંગ અને આડેધડ રસ્તામાં ઉભી રાખેલી શાકભાજી ની લારીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે જેનું કારણ પોલીસ વિભાગ ને આ તરફ જોવાનો સમયજ નથી કેમકે પોલીસ માં સ્ટાફ ની અછત છે અને ટ્રાફિક પોલીસ નું હાલ રાજપીપલા માં કોઈ અસ્તિત્વજ દેખાતું નથી. ત્યારે મુખ્ય માર્ગો પર પણ ફક્ત ટ્રાફિક બ્રિગેડ ના જવાનોજ જોવા મળતા હોય પરંતુ એમની પાસે સિસોટી મારવા સિવાય કોઈ ખાસ સત્તા નથી માટે ટ્રાફિક જામ કરતા તત્વો એમને ગણકારતાંજ નથી.

શાક માર્કેટમાં જતા આવતા લોકો ને પગપાળા જવું આવવું પણ આ ટ્રાફિક ના કારણે મુશ્કેલ થઈ પડ્યું છે સાથે સ્થાનિક રહેતા લોકો ના ઘરો કે દુકાનો ની બહાર આડેધડ પાર્કિંગ કરેલા વાહનો થી ઘણી મુશ્કેલી ઉભી થાય છે, ખાસ અગત્યની બાબત તો એ છે કે બે હોસ્પિટલ માં ઇમર્જન્સી માં કોઈ દર્દી ને એમ્બ્યુલન્સ માં લાવવો કે લઈ જવો પડે કે ક્યાંક આ વિસ્તાર માં આગ લાગે ત્યારે ત્યાંથી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ ને જવું પણ મુશ્કેલ છે માટે નાગરિક બેંક ની સામેની ગલી  તરફ અને કસ્બા વાડ તરફ ના આ રસ્તા પાર ની ટ્રાફિક સમસ્યા માટે પોલીસ તંત્ર નક્કર પગલાં લે એ અત્યંત જરૂરી થઈ પડ્યું છે .જિલ્લા પોલીસ વડા ઘટતું કરે આવી આશા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY