૨૦૧૯ માં ભાજપનો ખેસ પહેરીને તેમની વિરુદ્ધ કરશે પ્રચાર!?


૨૦૧૭ માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા પાટીદાર આંદોલનકારી રેશ્મા પટેલે રૂપાણી સરકાર સામે આકરા આક્ષેપો કર્યા છે.રેશ્મા પટેલે કહ્યું હતું કે , ભાજપ વિકાસસવાદ અને રાષ્ટ્રવાદ ની વાત કરી રહી છે એવાજ કામથી પ્રેરાઈને ભાજપ નો આ ખેસ ધારણ કર્યો હતો.વિધાનસભા ચૂંટણી માં પાર્ટી ને જીતાડવામાં તમામ પ્રયાસો પણ કર્યા.લોકોના પડતર પશ્ચોનુ સમાધાન થશે અને ખાસ કરીને પાટીદાર અમાનત આંદોલનમાંથી અમે આવ્યા છે તે પાટીદાર સમાજ ની માગણીઓ નું સમાધાન થશે તેવી લાગણી અમને ચોક્કસ હતી.પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશ ની રાજનીતિ કરી રહી છે.જૂથ અને ભ્રમની રાજનીતિ ભાજપ કરી રહી છે.મહિલાઓ,ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવગૅ હોય દરેક ના માથા પર માત્ર વોટબેંકની રાજનીતિ થઈ રહી છે.
રેશમા પટેલે વધુમાં કહ્યું કે,હું ઘણી માંગણીઓ લઈને સરકાર સામે પત્ર અને મૌખિક રજુઆત કરી રહી છું પણ તેમાં લાંબા સમય થી કોઈ સકારાત્મક પરિણામ નથી.મેં મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે જેના મુખ્ય પાંચ મુદ્દાઓમાં સૌથી મહત્વ નું છે કે પાટીદાર અનામત આંદોલન માં શહીદ થયેલા પરિવારો ને સરકારી નોકરી મળે પણ તેમાં સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી.આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વયમર્યાદા ૩૫ થી વધારી ને ૪૦ વર્ષ કરવામાં આવે,સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા બિન અનામત ઉમેદવારો પાસેથી પણ ફીના પૈસા ન લેવા માં આવે જેવી માંગણીઓ પણ સરકાર પાસે વારંવાર કરવામાં આવી છે.બિન અનામત આયોગ અને નિગમની રચના થઈ ગઈ છે પરંતુ તેમાં પણ ત્રુટીઓ છે.સિસ્ટમ હજુ વ્યવસ્થિત નથી.રેશમા પટેલ ને સરકાર તરફથી મળેલા વળતા પત્ર વિશે તેમણે જણાવ્યું કે,આ બધી માંગણીઓ ના ઉકેલ ને બદલે મને પત્ર મળે છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્રમાં મેં આંદોલનની ચીમકી આપી છે તો હું આવું પગલું ન ભરું તે માટે કહેવામાં આવ્યું છે કે અરજદાર આંદોલન નું પગલું ન ભરે તે માટે સમજ આપવી, એટલે મારે પોલીસ સમક્ષ જવાબ આપવો પડ્યો છે.આ જવાબ થી હું ખૂબ જ નારાજ છું. મને આંદોલન ન કરું તેવી સલાહ ન આપો.ભાજપ નો આ ખેસ પણ આંદોલનો ન છીનવી શકે.મુદ્દાઓ આપવાને બદલે મને આવા પ્રકાર ની સલાહ આપવામાં આવે છે.રેશ્મા પટેલે વધુ માં કહ્યું કે ૨૦૧૭ વિધાનસભા માં જીત મેળળવા માટે ભાજપે ખોખલા વાયદાઓ કર્યા.સરકાર દ્વારા આ માંગણીઓ નો જલ્દી ઉકેલ લાવવા માં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશુ.૨૦૧૯ની લોકસભા ચૂંટણી માં ભાજપ નો ખેસ પહેરીને અમે ગામે-ગામે જઈને ભાજપ નો સાચો ચેહરો ઉજાગર કરીશુ.ભાજપ ની નીતિ અને વચનો ના વિરોધ માં પ્રચાર કરીશુ તેમ જણાવ્યું હોવાનું જાણવા મળે છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે રેશ્મા પટેલે આમ ચીમકી ઉચ્ચારી ભાજપ મોવડી મંડળ પર ભીંસ વઘારી અન્ય ટિકિટ મેળવવા જેવા ફાયદા તો નથી વિચારી રહ્યાનો ગણગણાટ પણ પાટીદાર આંદોલનકારીઓ માં ફેલાયો હોવાનું ચર્ચાય છે!
રિપોર્ટ અખલાકએહમદ ભાભા. 7383428713
જૂનાગઢ જિલ્લો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





