જૂનાગઢ,તા.૨૧
ગીરના જંગલમાં પ્રાણીઓમાં ગત ઓકટોબર મહિનામાં વન્ય પ્રાણીઓમાં જીવલેણ કહી શકાય તેવો કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયો હતો જેની સૌથી મોટી અસર એશિયાટીક લાયન્સને થઈ હતી અને તેના કારણે ગીરમાં ૨૩ જેટલા સિંહોના ટપોટપ મોત થયા હતા જેને પગલે રાજ્ય વનવિભાગ પણ દોડતું થયું હતું અને આગમચેતીના ભાગરૂપે ગીરના સિંહોને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ કરાયું હતું. આ ઘટનાના પાંચ મહનિા બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ સિંહોને જંગલમાં ફરીથી છોડી દેવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ઓક્ટોબર મહિનામાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે જીવલેણ કહી શકાય તેવો કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયો હતો. જેની સૌથી મોટી અસર એશિયાટિક લાયન્સને થઈ હતી.
આ વાયરસને કારણે ગીરમાંથી ટપોટપ ૨૩ જેટલા સિંહોના મોત થયા હતા. જેને પગલે રાજ્યનું વનવિભાગ પણ દોડતુ થઈ ગયું હતું અને અમેરિકાથી આ રોગની રસી પણ મંગાવી હતી. આમ સિહોમાં રોગ ફેલાતો અટકાવવા અગમચેતીના ભાગરૂપે ગીરના કેટલાક સિંહોને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ પણ કરાયું હતું. જોકે, હવે પાંચ મહિના બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ સિંહોને જંગલમાં ફરીથી છોડી દેવામાં આવશે. હવે ગીર જંગલ કેનાઈન ડિસ્ટેમ્પર જેવી વાયરસના હાહાકારના છ મહિના બાદ રોગમુક્ત બન્યું છે. જેથી ટૂંક સમયમાં સારવાર હેઠળના ૩૪ સિંહોને જલદી ખુલ્લા જંગલમાં વિહરવા મળશે અને એનિમલ સારવાર કેન્દ્રમાંથી જંગલમાં મુક્ત કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




