મુંબઇ,તા.૨૧
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨૪ ફેબ્રુઆરીએ શરૂ થઇ રહેલી સીરીઝ પહેલા ટીમમાં હાર્દિક પંડ્યાને આરામ આપ્યો છે. ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કમરના ભાગે ઇજાને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝમાં નહી રમી શકે. બીસીસીઆઇએ ગુરુવારે આ બાબતની જાણકારી આપી છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ રવિંન્દ્ર જાડેજાને ૫ વન-ડે મેચની સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જો કે, ટી-૨૦ માટે હાર્દિક પંડ્યાના વિકલ્પની જાહેરાત કરવામાં આવી નથી.
બીસીસીઆઇની મેડિકલ ટીમે કહ્યું, હાર્દિક પંડ્યાની કમરની નીચેના ભાગમાં સારવાર માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવા માટે કહેવામાં આવ્યું છે. પંડ્યા આગામી સપ્તાહે ત્યાં જશે. BCCIની મેડિકલ ટીમે પંડ્યાને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.
નોંધનિય છે કે, આ આગાઉ પણ ગત વર્ષ સપ્ટેમ્બરમાં પણ કમરની ઇજાને કારણે પંડ્યાને એશિકાકપમાં આરામ આપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




