વિવેક તિવારી હત્યા કેસ : યુપી પોલીસ કર્મીઓએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી

0
5

લખનઉ,તા.૫
લખનૌમાં એપલના મેનેજર વિવેક તિવારીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગોળી મારીને હત્યા કરવાની ઘટનામાં સરકારના વિરોધમાં યુપી પોલીસના જવાનોએ કાળી પટ્ટી પહેરીને નોકરી કરી હતી.
પોલીસ બેડામાં આ મામલામાં જે રીતે સરકારે કાર્યવાહી કરી છે તેની સામેનો અસંતોષ સપાટી પર આવ્યો છે. સરકાર સામે પોલીસ કર્મચારીઓના સંગઠને ૬ ઓક્ટોબરે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. જાકે યુપી પોલીસના ટોચના અધિકારીઓ આ પ્રકારની ખબરોને રદિયો આપતા રહ્યા હતા.
જાકે આજે પોલીસ જવાનોએ કાળો દિવસ મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિવેક તિવારીની હત્યા કરનાર કોન્સ્ટેબલ પ્રશાંત સામે હત્યાના આરોપ લગાવાયો છે. જેની સામે પોલીસ બેડામાં રોષ છે. પોલીસ કર્મચારીઓએ તો કેસ લડવા માટે પ્રશાંતની પત્નીના એકાઉન્ટમાં ફાળો ઉઘરાવીને મોટી રકમ પણ જમા કરાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY