ગીરની તળેટીમાં યોજાનાર લેસર શોમાં વિવાદ, તંત્રએ કર્યો ખુલાસો

0
27

જુનાગઢ,તા.૨૮
આગામી મહાશિવરાત્રિના મેળા પર ગીરની તળેટીમાં યોજાનારો લેસર શો વિવાદનું ઘર બન્યો છે. આ લેસર શોને ગીરનાર પર્વત પર રજૂ કરવાની મનાઈ છે. તેમ છતાં ગત રાતે ગીરનાર પર્વત પર તેનું રિહર્સલ કરવામાં આવતા વિરોધ શરૂ થયો છે. ગત રાતે લેસર શોના રિહર્સલની કેટલીક તસવીરો પણ સોશીયલ મીડિયામાં ફરતી થઈ હતી. જે બાદ જિલ્લા કલેકટરે સ્પષ્ટતા આપતા કહ્યું કે, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લેસર શો યોજાય છે.
ગીરનાર પર્વત પર નિશાચર પ્રાણી અને પક્ષીઓને લેસર શોના કિરણોથી નુકસાનની ભીતિ છે. જેથી શોને એક પડદા પર રજૂ કરવામાં આવશે. ગઈકાલે એક વખત તો રાતે પર્વત પર શો યોજાઈ ગયો હતો. તેમ છતાં વનવિભાગે કાર્યવાહી કરવાના બદલે માત્ર સૂચનાઓ આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY