ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ-નિફ્ટી ગગડીને ફ્લેટ બંધ

0
6

મુંબઇ,તા.૨૮
ફેબ્રુઆરી વાયદા એક્સપાયરીના દિવસે આજે બજારમાં ભારે ઉતાર-ચઢાવ રહ્યો. છેલ્લા કલાકમાં બજાર પર ઉપરી સ્તર પર દબાણ આવતા અને બજાર ફરીથી લાલ નિશાન પર આવી ગયુ. આજે સેન્સેક્સમાં લગભગ ૩૮ પોઈન્ટની કમજારી સાથે જ્યારે નિફ્ટી ૧૪ પોઈન્ટની કમજારી સાથે ૧૦૮૦૦ની નીચે ગગડ્યો હતો. બેન્ક નિફ્ટીમાં આજના દિવસે મિડકેપ
આભાર – નિહારીકા રવિયા લીલા નીશાન પર બંધ થવામાં સફળ રહ્યા હતા.
બીએસઈના મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૪૯ ટકાના વધારા સાથે ૧૪૩૧૮.૩૬ના સ્તર પર બંધ થયો હતો. તો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૬ ટકાના વધારા સાથે ૧૩,૬૮૯.૮૪ના સ્તર પર બંધ થયો હતો. તેલ ગેસ શેરોમાં સારી ખરીદારી જાવા મળી હતી. જેના કારણે બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સ ૧.૩ ટકાના વધારા સાથે બંધ થયો હતો.
આજના કારોબારમાં પીએસયૂના બેન્કોમાં સારી ખરીદારી જાવા મળી હતી. પણ પ્રાઈવેટ બેન્કમાં વેચવાલીનું દબાણ આવ્યુ હતુ. નિફ્ટી ઓટોમાં ૦.૭૭ તૂટીને બંધ થયો હતો. આઈટી ઈન્ડેક્સમાં ૧.૦૭ ટકાની કમજારી જાવા મળી હતી. જાકે મેટલ, ફાર્મા, પીએસયૂ બેન્ક અને રિયલ્ટી શેરોમાં બજારનો સારો સપોર્ટ રહ્યો.
ટીસીએસ, આઈશર મોટર્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને મારૂતિ આજે સૌથી વધારે શેરો ગગડ્યા જ્યારે વેદાંતા, કોલ ઇન્ડીયા, આઈઓસી અને બીપીસીએલમાં આજે સૌથી વધારે તેજી જાવા મળી. આજે રિલાયન્સ કમ્પ્યુનિકેશન્સ અને શ્રેઈ ઈન્ફ્રામાં દબાણ ભર્યો કારોબાર જાવા મળ્યો હતો. આરઈસીમાં ડિવિડન્ડનું એલાન કર્યા પછી કંપનીએ ૧૧ રૂપિયા પ્રતિ શેરનો અંતરિમ ડિવિડન્ડનું એલાન કર્યુ છે.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળ પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૩૭.૯૯ પોઈન્ટ એટલેકે ૦.૧૧ ટકાના ઘટાડા સાથે ૩૫૮૬૭.૪૪ના સ્તર પર બંધ થયો. એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૪.૧૫ પોઈન્ટ એટલેકે ૦.૧૩ ટકાની કમજારી સાથે ૧૦૭૯૨.૫૦ના સ્તર પર બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY