રાજપીપલા:
રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં પલ્સ પોલિયો ના રાષ્ટ્રીય કાર્યક્રમ ની સારી શરૂઆત થઈ છે ત્યારે નાંદોદ ના સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સબ સેન્ટર ઓરી ખાતે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ ના બ્લોક હેલ્થ ઓફિસર ર્ડો.સુમન, ર્ડો.મયુર રાવલ સહીત ગામના આગેવાનો હાજર રહ્યા હતા, જયારે રાજપીપલા ની નરસિંહ ટેકરી વિસ્તાર માં તાલુકા પ્રમુખ જતીન વસાવા હાજર રહ્યા. બાળકો ને પોલિયો ના ટીપા પીવડાવી સમગ્ર નર્મદા જિલ્લા માં આરોગ્ય વિભાગ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"