જૂનાગઢમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર

0
35

જૂનાગઢ,તા.૧૭
ગુજરાતમાં ગત ચોમાંસામાં અપુરતા વરસાદના કારણે જિલ્લાઓમાં પાણીની અછતની પરિસ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે જૂનાગઢ શહેમાં ઉનાળાના આરંભે જ પીવાના પાણીની પોકાર શરૂ થઈ છે. જેમાં આંણદપુર ડેમનું તળિયું દેખાતા મહિનાના અંત સુધીમાં ખાલીખમ થઈ જશે. ત્યારે આગામી મહિનાથી નર્મદાનું પાણી મળતા થઈ જશે તેમ શહેર મનપાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું. શહેરમાં આત્યારે આંણદપુર ડેમમાંથી દરરોજ ૧૦ એમએલડી પાણી મેળવીને શહેરમાં વિતરણ કરવામાં આવે છે.
હસ્નાપુર ડેમનાંથી રોજિંદુ ૧૦ એમએલડી તથા વિલિંગ્ડન ડેમમાંથી દરરોજ એક એમએલડી અને કૂવા-બોરમાંથી દરરોજ ચાર એમએલડી પાણી મેળવીને વિતરણ કરવામાં આવે છે. શહેરમાં કૂવા, બોર કંડીઓ છે તેમાં કેટલીક કંડીઓમાં પાણી ખૂટી જતા બંધ છે. પાણીની માગ ઉઠતા ૫૦૦૦ લિટરના ટેન્કરો દ્વારા ૫૦ ફેરા કરીને પાણીનું વિતરણ કરવામાં આવે છે. શહેરના ૬૦ ટકા વિસ્તારોમાં મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. જયારે ૪૦ ટકા વિસ્તારોમાં ખાનગી બોરથી પાણી મેળવે છે. પણ આગામી દિવસોમાં પાણીની કટોકટીનો સામનો કરવો પડશે ત્યારે તેમને પણ ટેન્કર ઉપર આધાર રાખવો પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY