લગ્નની લાલચમાં યુવતીને ગર્ભવતી બનાવી યુવકનો લગ્ન કરવા ઈન્કાર

0
8

પીડિતા યુવતીએ બાળકને જન્મ આપ્યો
સુરત, તા.૨૪
બારડોલી તાલુકાના કુવાડીયા ગામના મકાનમાં રહેતી ૨૧ વર્ષની યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવી હતી. એક સંતાનની માતા બનેલી યુવતીને લગ્ન કરવાની ના પાડતા યુવતીએ યુવક, પિતા અને માતા સામે બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો.
આ કેસની વિગતો એવી છે કે, બારડોલી તાલુકાના કુવાડીયા ગામના મંદિર ફળીયા ખાતે ૨૧ વર્ષની યુવતી રહે છે. કુવાડીયા ગામ ખાતે રહેતા મયુરભાઈ કાંતુભાઈ રાઠોડ રહે છે. મયુરભાઈ રાઠોડે લોભ લાલચ આપી ૨૧ વર્ષની યુવતી સાથે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. ગર્ભાવસ્થા દરમ્યાન તેણી મયુરને ત્યાં રહેતી હતી. ગર્ભાવસ્થા દરમ્યાન યુવતીને એક પુત્ર જન્મ્યો હોવાનું જાણવા હોવા છતાં પણ કાંતુ રાઠોડ (પિતા) તથા શીલાબેન રાઠોડ મયુરનો પક્ષ લઈ બાળકનો સ્વીકાર નહીં કરી લગ્ન કરવાની ના પાડતા યુવતીએ યુવક તેના પિતા તથા તેની માતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY