પહેલા દિવસે બે હજારથી ૨૨૦૦ રૂપિયા સુધીમાં ૧૦ કિલોનું બોક્ષ વેચાયું
જુનાગઢ,તા.૨૮
ઊનાળો શરુ થતા જ જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીનું આગમન પણ થઇ ચુક્યું છે. બાળકોથી લઇને મોટેરા સુધી બધાની પ્રિય એવા ફળોના રાજા કેસર કેરીનું બજારમાં આગમન થઇ ગયું છે. જો કે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતાઓ વર્તાઇ રહી છે, જેના કારણે કેરના ભાવ પણ આકાશે પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરરાજી શરૂ થઇ છે.
ફળોના રાજા કેરીના શોખીનો માટે સારા સમાચાર છે સોરઠની પ્રખ્યાત કેસર કેરીનું જૂનાગઢમાં આગમન થઇ ચૂક્યું છે, ગુરુવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની પહેલી કેસર કેરીની હરરાજી થઇ હતી, જેમાં ૧૦ કિલોના બોક્સ રૂપિયા બે હજારના ભાવે વેચાયું હતું.
તો વર્ષોથી ફ્રૂટના કમિશન એજન્ટનું કામ કરતા અદ્રેમાનનું કહેવું છે કે પહેલા દિવસે બે હજારથી ૨૨૦૦ રૂપિયા સુધીનું ૧૦ કિલોનું બોક્ષ વેચાયું છે, આ વર્ષે સીઝનમાં બદલાવ આવવાથી કેરીનો પાક ઓછો તેમજ મોડો આવેલો છે, હાલ ખુબ ઊંચા ભાવ છે, પરંતુ આવનારા દિવસોમાં કેવા ભાવ રહે તે કહેવું મુશ્કેલ છે પણ કેરીની બમ્પર આવક મે મહિનામાં થશે અને અંદાજીત જુનના અંતમાં પૂર્ણ થવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





