સાન ફ્રાન્સિસ્કો,તા.૨૮
ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં કાશ્મીરને ભૂલથી અલગ દેશ તરીકે દર્શાવ્યો હતો. જા કે, બાદમાં ભૂલ સમજાતા માફી માંગી સુધારો કરી લીધો હતો.
હકીકતમાં સોશિયલ મીડિયાની પ્રખ્યાત કંપની ફેસબુકે આ અંગે કહ્યું હતું કે, અમે ભૂલથી બ્લોગ પોસ્ટમાં કાશ્મીરને અલગ દેશ તરીકે દર્શાવ્યો હતો. ફેસબુકે કહ્યું હતું કે, ઈરાની નેટવર્કના કારણે આવું બન્યું હતું.ફેસબુકે વધુમાં જણાવ્યું કે, જવાબદાર લોકએ પોતાની ઓળખ છૂપાવાની કોશિશ કરી હતી પણ અમે તેનું પગેરુ શોધી લીધું છે. જાણવા મળ્યું છે કે, ઈરાની નેટવર્ક દ્વારા આવું બન્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





