જુનાગઢ,તા.૩
શિવરાત્રિનાં મેળામાં વંથલી તાલુકાના વાડલાના યુવાનની આંખો ગોંડલા તાલુકાનાં ગુંદાળામાં રહેતી એક યુવતી સાથે મળી ગઇ હતી. પછી યુવાને તેની સાથે લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યું હતું. જાકે, બાદમાં તેણે લગ્ન ન કરતાં યુવતીને તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ આણંદનનાં ઇસ્માઇલ નગરની એક ૧૯ વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે હાલ ગોંડલ તાલુકાનાં ગુંદાળા ગામે રહે છે. તે મહાશિવરાત્રિના મેળામાં પરિવાર સાથે જૂનાગઢ આવી હતી. એ વખતે વંથલી તાલુકાનાં વાડલા ગામનાં હેમાંગ ધીરૂભાઇ ચાવડા સાથે આંખો મળી જતાં બંનેએ એકબીજાને મોબાઇલ નંબરોની આપલે કરી હતી. અને બાદમાં એકબીજા સાથે વોટ્સએપ મેસેજથી સંપર્કમાં રહેતા હતા. દરમ્યાન હેમાંગે હોળીનાં દિવસે સાંજે ૭ વાગ્યે યુવતીને જૂનાગઢ બોલાવી હતી. આથી તે જૂનાગઢ આવી હતી.
હેમાંગ તેને બાઇક પર બેસાડી એક વાડીએ લઇ ગયો હતો. જ્યાં તેની સાથે લગ્ન કરવાનું વચન આપી શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ ફરી તા. ૨૬ માર્ચે તેને જૂનાગઢ બોલાવતાં યુવતી એ દિવસે રાત્રે ૧૧ વાગ્યે જૂનાગઢ આવી હતી. એ વખતે હેમાંગ તેને વાડલાની એક વાડીએ લઇ ગયો હતો. અને ત્યાં ઓરડીમાં બંનેએ ફરી વખત શરીર સુખ માણ્યું હતું. બાદમાં યુવતીએ તેને લગ્ન કરવા કહ્યું હતું. પણ હેમાંગ માન્યો નહોતો અને ખોટા વાયદા આપતાં યુવતીએ તેની સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




