ઠાણે,તા.૩
શહેરની એક કોર્ટે પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડને RSS સાથે જાડીને તેને બદનામ કરવાના આરોપ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને CPM મહાસચિવ સીતારામ યેચુરીને ૩૦ એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો હુકમ આપ્યો છે.
સિવિલ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી અને યેચુરી પાસેથી વળતર તરીકે રૂપયાની માગ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિવેક ચંપાનેકરે દાવો કર્યો છે કે બંને નેતાઓએ લંકેશની હત્યાને લઇને RSSને બદનામ કર્યુ છે.કેસની સુનાવણી કરી રહેલા સિવિલ જજ એસ ભાટિયાએ રાહુલ અને યેચુરીને સમન્સ ઇશ્યૂ કરી આદેશ આપતા કોર્ટમાં રજુ થવા કહ્યુ છે. કોર્ટમાં દાખલ અરજીમાં ચંપાનેકરે કહ્યુ કે હિંસાની કોઇ પણ ઘટનાને લઇને RSS ને દોષિત કહેંવુ રાહુલ અને યેચુરીની આદત છે અને તેને રોકવા જરૂરી છે.
ચંપાનેકરના વકીલ આદિત્ય આર મિશ્રાએ કહ્યુ કે તેની ક્લાઈન્ટે છેલ્લા સપ્તાહમાં બંને નેતાઓ વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




