કારનાં નંબર બદલી એમ્બ્યુલન્સ તરીકે ચલાવવાનાં કૌભાંડમાં ૩ની ધરપકડ

0
9

જુનાગઢ,તા.૬
જૂનાગઢની ત્રિપુટી મોબાઇલ પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી કારનો ચેસીસ અને રજિસ્ટ્રેશન નંબર બદલી પ્રાઇવેટ કારને એમ્બ્યુલન્સ તરીકે ચલાવતા હોવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ અંતર્ગત પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે અને ૫ એમ્બ્યુલન્સ સહિત ૧૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે જૂનાગઢની ત્રિપુટી દ્વારા સાત વર્ષથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું.
છેલ્લા ૭ વર્ષથી આ કૌભાંડ ચલાવવામાં આવતુંઃજુનાગઢની ત્રિપુટી અયુબ મુસા ધમેરીયા(ઉંમર-૨૯), વિજય રવજી ભટ્ટી (ઉંમર ૪૦) અને મહેબુબખાન હબીબખાન (ઉંમર ૪૬) વાહનોના ચેસીસ નંબર તથા રજીસ્ટ્રેશન નંબર બદલીને વાહનોને એમ્બ્યુલન્સ તરીકે ચાલતા કૌંભાડનો રાજકોટ શહેર ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગોંડલ રોડ ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતી, ત્યારે વાહન ચેકીંગમાં જીજે ૧૧ટીટી ૪૫૯ નંબરની એમ્બ્યુલન્સ ઈકો કારને સાથે અયુબ મુસાને અટકાવ્યો હતો. કારના ડોકયુમેન્ટ બરાબર ન હોવાથી પોલીસને શંકા ઉદભવી હતી. જેથી પોલીસે મોબાઈલ પોકેટ કોપ એપનો ઉપયોગ કરતાં સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું.
પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીઃજેથી પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં કારનો નંબર જીજે ૩ડીએન ૫૭૩૦ નીકળ્યા હતા. જેથી પોલીસે અયુબની પૂછપરછ કરતાં કાર અન્ય અને નંબર પણ અલગ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અયુબની ધરપકડ કરી અન્ય બીજી કાર પણ જપ્ત કરી હતી. તેને પૂછપરછમાં જણાવ્યું હતું કે જુનાગઢના વિજય અને મહેબુબખાને પણ આવી જ રીતે પોતાની બે કારમાં ચેસીસ તથા રજીસ્ટ્રેશન નંબર બદલાવીને એમ્બ્યુલન્સ તરીકે દોડાવે છે. જેથી પોલીસે એ બંને આરોપીની પણ ધરપકડ કરી હતી. હાલ પોલીસે ૫ એમ્બ્યુલસ સહિત ૧૦ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY