લોંસ એંજલ્સ,તા.૬
એમેઝોનના માલિક જેફ બેઝોસ દ્વારા તેની પત્ની મેકેન્ઝીને વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા આપવામાં આવ્યા બાદ હવે તેની પ્રેમિકાએ પોતાના છૂટાછેડા માટે અરજી કરી છે. પૂર્વે ટીવી એન્કર લોરેન સાંચેઝને બેઝોસ સાથે લફરું હોવાની વાત જગજાહેર છે ત્યારે હવે તેણે ૧૪ વર્ષના લગ્નજીવન બાદ ટેલેન્ટ એજન્ટ પતિ પેટ્રિક વ્હાઈસેલથી છૂટાછેડા લેવા અરજી કરી છે.
બેઝોસે પોતાના ડિવોર્સ કરાર મુજબ પત્ની મેકેન્ઝીને એમેઝોનના ૪ ટકા શેર આપ્યા જેનું મૂલ્ય ૨.૫ લાખ કરોડ થાય છે. આમ છતાં બેઝોસ એમેઝોનના ૧૨ ટકા શેર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યÂક્ત તરીકે યથાવત છે. પૂર્વ પત્ની સાંચેઝ સૌથી સંપત્તિવાન મહિલાઓમાં ચોથા સ્થાને આવી ગઈ છે.
બેઝોસના છૂટાછેડાની પ્રક્રિયા બાદ હવે પ્રેમીકા લોરેન સાંચેઝે પણ શુક્રવારે કોર્ટમાં પતિ વ્હાઈસેલથી છૂટકારો મેળવવા માટે અરજી કરી છે. જો કે તેમણે બે બાળકોની સંયુક્ત કસ્ટડીની માંગ કરી છે.
અમેરિકન મેગેઝિન નેશનલ ઈન્કવાયરરે બેઝોસ અને ગર્લફ્રેન્ડ સાંચેઝના ખાનગી મેસેજ અને તસવીરો લીક કર્યા હતા. ત્યારબાદ બેઝોસ અને મેકેન્ઝીના ૨૬ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




