શક્કરબાગ ઝૂમાંથી ૮ સિંહને વિમાન મારફતે યુપી મોકલવામાં આવશે

0
13

જુનાગઢ,તા.૭
હાલ ગુજરાતના સિંહોને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવે ગુજરાતના સિંહની ગર્જના ઉત્તરપ્રદેશમાં સંભળાશે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી ૮ સિંહને યુપી મોકલવામાં આવશે. યુપીના ગોરખપુરમાં બની રહેલા નવા ઝૂમાં ગિરના સાવજા મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે.
જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી ૮ સિંહને સૈફ સુરક્ષિત રીતે વિમાન મારફતે યુપી ખસેડવામાં આવશે. જૂનાગઢના આ ૮ સિંહોમાં ૫ માદા અને ૩ નર સિંહનો એરલીફ્ટ કરાશે. હાલ મળતી માહિતી પ્રમાણે, આ સિંહોને સૈફઈથી ઈટાવા સફારી પાર્કમાં લઇ જવામાં આવશે.
ત્યારબાદ કેટલાક સિંહને ગોરખપુરમાં નિર્માણાધીન ઝૂમાં મોકલવામાં આવશે. ગુજરાતના સિંહોને યૂપીમાં લઇ જવામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ૮ સિંહના સ્થળાંતરની મંજૂરી મળ્યાં બાદ હવે શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહો માટે ૨૭૫૦ વર્ગ મીટરનું પીંજરું બનાવવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY