મુંબઈ,તા.૧૮
અજય દેવગણ, તબ્બૂ અને રાકુલ પ્રીત સિંહની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ગઇકાલે રીલિઝ થઇ ગઇ છે અને આ ફિલ્મને ખૂબ સારા રિવ્યૂ મળ્યા છે. ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની ટ્વીટ મુજબ ફિલ્મે પહેલા દિવસે સારી કમાણી કરી લીધી છે. તરણે લખ્યું હતું કે, ધીમી શરૂઆત બાદ સાંજે અને રાતની શોમાં ભીડ જાવા મળી હતી. ફિલ્મની બીજા અને ત્રીજા દિવસની કમાણી વધારો થશે. શુક્રવારે પહેલા દિવસે ફિલ્મે ૧૦.૪૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને રિવ્યૂને જાતા ફિલ્મની કમાણી હવે રફતાર પકડશે, તેવું કહેવાય છે.
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તે ખૂબ જ સિમ્પલ છે. જેની શરૂઆત લંડનથી થાય છે. એક ૫૦ વર્ષીય બિઝનેસમેન આશીષ (અજય દેવગન) છે, જે પરિવારથી અલગ રહે છે. આશીષને ૨૬ વર્ષીય યુવતી આયશા (રકુલ પ્રીત સિંહ) સાથે પ્રેમ થઈ જાય છે. આશીષ આયશાને પોતાના પરિવારને મળવા ઈન્ડિયા લઈ જાય છે. ત્યાં પોતાની પત્ની મંજુ (તબ્બૂ), માતા-પિતા અને દીકરા-દીકરી સાથે મુલાકાત કરાવે છે. જ્યાં મંજુ અને આયશા વચ્ચે કોઈક બાબતે ખટપટ થાય છે, તો બીજી બાજુ આશીષ અને તેની દીકરી વચ્ચે અણબનાવ સર્જાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



