જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગડ઼ુ(શેરબાગ) મુકામે શ્રી દધીચી એજ્યુકેશન મુકામે “”એપલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ “નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યુ

0
102

 

જૂનાગઢ થી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ જુના અખાડા પ.પૂજ્ય શ્રી મહામંડ્લેશ્વરભારતી બાપુ નાં હાથે રીબિન કાપી એપલ ઇંગલિશ મીડીયમ સ્કૂલ નું ઓપનિંગ કરવામાં આવ્યુ..

આ સમારોહ માં  માંગરોળ માળીયા વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઇ વાજા,આશ્રમ શાળા ગુજરાત રાજય પ્રમુખ ભરત ભાઈ ચારીયા તેમજ આજુ બાજુ નાં માળીયા તાલુકા નાં સરપંચ શ્રીઓ,વાલીઓ,દધીચી એજ્યુકેશન નાં કેજી થી કૉલેજ સુધી નાં શિક્ષક સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓ હાજર રહેલા …એપલ એજ્યુકેશન શાળા નાં ટ્રસ્ટી શ્રી અરજણ ભાઈ ચારીયા,પરાગ ભાઈ ચારિયા તેમજ યુવા કિશાન લડત સમિતિ ગીર સોમનાથ જીલ્લા નાં પ્રમુખ રમેશ ભાઈ બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતાં.. ચારીયા સાહેબએ તમામ આવેલા મહેમાનો નું સ્વાગત કરી અભિવાદન કર્યું હતુ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ને નાસ્તો અને ઠંડું આપી ખુશી વ્યકત કરેલી …ગડ઼ુ જેવા નાનાં ગામ માં આવી ઉચ્ચ શિક્ષણ  પ્રણાલી ચાલુ થવાથી વાલીઓમાં ખુશી ની લહેર દોડી ગઈ છેં..


મનીષ ડાકી
રિપોર્ટર માંગરોળ-જૂનાગઢ
70161 59934

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY