જૂનાગઢ તળેટીમાં વસતા બાપુ પર રૂપિયાનો વરસાદ

0
93

જુનાગઢ,
તા.૩૦/૦૩/૨૦૧૮

સૌરાષ્ટમાં ધાર્મિક પ્રસંગોએ ડાયરાનો કાર્યક્રમ યોજવાનો રિવાજ છે. તેમજ ડાયરામાં પૈસા ઉડાવવાની બાબત પણ હવે જાણે એક રિવાજ સમાન બની ગઈ છે. સૌરાષ્ટ-ગુજરાતમાં કોઈપણ જગ્યાએ ડાયરાનો કાર્યક્રમ હોય ત્યાં રૂપિયા ન ઉડે તેવું ભાગ્યે જ જાવા મળે છે. ત્યારે જુનાગઢના તળેટી વિસ્તારમાં યોજાયેલા એક ડાયરાનો વિડીયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે.

ધર્મની નગરી ગણાતા જુનાગઢના તળેટી વિસ્તારમાં ઇન્દ્રભારતી બાપુના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. સામાન્ય રીતે ડાયરામાં કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ વરસતો હોય છે. પરંતુ લોક ડાયરાના આ કાર્યક્રમમાં ભાવિકોએ ઇન્દ્રભારતી બાપુ પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY