જામનગરમાં ૧૭૪ યુવાનોએ કોન્સ્ટેબલની નોકરી સ્વીકારી

0
92

જામનગર,
તા.૩૦/૦૩/૨૦૧૮

શિક્ષિત યુવાનોને તેની લાયકાત પ્રમાણે નોકરી આપવામાં સરકાર નિષ્ફળ

રાજ્યમાં પોલીસમાં ભરતીનો દોર ચાલી રહ્યો હોય જેમાં જામનગર જીલ્લામાં ૧૭૪ પોલીસ તાલીમાર્થીઓની પાસીંગ પરેડ યોજવામાં આવી હતી અને આ યુવાનો હવે પોલીસની નોકરીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે પરંતુ પોલીસ કોન્સ્ટેબલ તરીકે જાડાયેલા આ યુવાનોની શૈક્ષણિક લાયકાત વિશે જ્યારે આપ જાણશો ત્યારે તમને પણ ચોક્કસ આંચકો લાગશે.પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ માટેની ભરતીમાં જાડાયેલા યુવાનોની ટ્રેનીંગ પૂર્ણ થઇ હોય અને જામનગર જીલ્લામાં પોલીસ સ્ટ્રેન્થમાં વધારો કરવા ૧૭૪ પોલીસના જવાનોને ફાળવવાના હતા. જે તાલીમાર્થીઓની પાસીંગ પરેડ યોજાઈ હતી પરંતુ આ ૧૭૪ પોલીસ જવાનોએ કેટલો અભ્યાસ કર્યો છે તેની શૈક્ષણિક લાયકાત શું છે અને શા માટે તેઓએ પોલીસની નોકરી પસંદ કરી છે તેવા સવાલોના જવાબ ફંફોસતા ગુજરાત રાજ્યની શિક્ષણ ક્ષેત્રની અને શૈક્ષણિક બેરોજગાર લાચાર લોકોની પીડા પણ સામે આવી હતી. કારણ કે, આજે પાસીંગ આઉટ પરેડમાં જાડાયેલા ૧૭૪ તાલીમાર્થીઓ પૈકીના ૯૦ ગ્રેજ્યુએટ છે તો ૧૮ યુવાનો પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલો છે, ૫૯ યુવાનો ધોરણ ૧૨ પાસ, ૨ યુવાનો ડીપ્લોમાં મીકેનીકલ, ૧ ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ અને ૪ તાલીમાર્થીઓ બીઈ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

જામનગરમાં પોલીસની પાસીંગ પરેડમાં ૧૭૪ યુવાનો પોલીસની નોકરીમાં જાડાયા છે પરંતુ આ યુવાનોને તેની લાયકાત પ્રમાણે નોકરી મળી નથી અને ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો કોઈપણ નોકરી કરી લેવા મજબુર બને છે તેનું આ જીવંત ઉદાહરણ કહી શકાય તેમજ શિક્ષિત યુવાનોને તેની લાયકાત પ્રમાણે નોકરી સરકાર આપી શકતી નથી અને સરકારના રોજગારીના દાવાઓ પણ પોકળ સાબિત થઇ રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY