પશુઓને કતલખાને લઇ જતી કારને ટોળાએ સળગાવી, આરોપીની ધરપકડ

0
92

ઉના,
તા.૩૦/૦૩/૨૦૧૮

વેરાવળ જુનાગઢ રોડ પર ટોલનાકા પાસે ઇન્કીકા કાર ને ટોળાએ સળગાવી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે કારમાં પશુઓને કતલખાને લઇ જવામાં આવી રહ્યાં હતા, જેની શંકા જતા લોકોએ કારને અટકાવી હતી અને પશુઓને છોડાવ્યા હતા, બાદમાં રોષે ભરાયેલા ટોળાએ કારને આગ હવાલે કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેશોદથી વેરાવળ પાંચ વાછરડા કતલ માટે લઈ જવાતા હતા.

પ્રાપ્ત વિગત મુજબ વેરાવળથી જુનાગઢ રોડ પર ટોલનાકા પાસે પશુઓને કારમાં બાંધીને રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી કેટલાક સ્થાનિકોએ કારની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી, કારમાં પશુઓ મળી આવતા લોકોએ કાર ચાલકને મેથીપાક આપવાનું શરૂ કર્યું, જા કે થોડી જ ક્ષણોમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થતિ પર કાબુ મેળવી કાર ચાલકની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો, જા કે રોષે ભરાયેલા લોકોએ કારને આગ ચાંપી દીધી હતી. બાદમાં ફાયર ફાઇટર સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY