જુનાગઢ,તા.૨૪
જુનાગઢ જિલ્લાના કેશોદ અગતરાય નેશનલ હાઇવે રોડ પર બોલેરોનું ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા ગાડીએ પલટી મારી હતી. જામનગર ચાપા બેરાજા ગામના ૧૨ મુસાફરો સુત્રાપાડા ખરખરાના કામેથી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો. ૧૧ વ્યકતિઓને સામાન્ય ઇજાઓ આવી હતી. જયારે એક મુસાફરને ગંભીર ઇજા થઈ હતી.
બોલેરોમાં સવાર કુંવરસિંહ મહોબતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઇન્દુભા જાડેજા, જગદિશસિંહ ઉન્દુભા જાડેજા, ચેતનસિંહ અનુપસિંગ જાડેજા, પથુભા અનુભા જાડેજા, યુવરાજસિંહ ખુમાણસિંહ જાડેજા, નવુભા ભીખુભા જાડેજા, ગુલાબસિંહ મધુભા જાડેજા, ભરતસિંહ સામતજી જાડેજા, નિલેશ ઉમેદસિંહ જાડેજા, લખધીરસિંહ દીલુભા પરમારને ઇજા થતાં કેશોદ સીવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. જયારે એક વ્યકતીને ગંભીર ઇજા જણાતા જુનાગઢ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



