વલસાડ,તા.૨૪
લેન્ડ રેકોર્ડ વિભાગમાં કામ કરતા સર્વેયરને આપવામાં આવેલા વાંધા અરજીના નિકાલના લક્ષ્યાંક, ગ્રેડ પે અને સર્વે માટેના ટાંચા સાધનો જેને લઈને પડતી અગવડોને ધ્યાને લઇ સોમવારે લેન્ડ રેકોર્ડ વિભાગના કર્મચારીઓ ૨૪ થી ૨૯ ડિસેમ્બર સુધી પ્રતીક ઉપવાસ ઉપર ઉતરતા વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી ખોરંભે પડે તેવી શકીયતાઓ નકારી શકાય નહીં.
વલસાડ જિલ્લામાં લેન્ડ રેકોર્ડ વિભાગની કચેરીએ સોમવારે કર્મચારીઓ પ્રતીક ઉપાવાસ ઉપર ઉતર્યા છે, તેમની માંગ છે કે, જિલ્લામાં કરવામાં આવનારી રિ સર્વે અંગેની કામગીરીમાં તેમને ભારે અગવડ ઉભી થઇ રહી છે. તો સાધનો પણ ટાંચા છે સર્વેયર વિભાગના કર્મચારીના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમા અંદાજિત ૩,૮૦૦ જમીન રિ સર્વે માટે અરજીઓ આવી હતી.
જેમાં ૨,૪૦૦ જેટલી અરજી ઉપર રિ સર્વેની કામગીરી બાકી છે, તો સરકાર દ્વારા રિ સર્વેની કામગીરી માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પરંતુ તેની સામે કર્મચારીઓને સગવડ આપવામાં આવી નથી. જેને લઈને સોમવારથી ૨૯ ડિસેમ્બર સુધી દરરોજ ૫ કર્મચારીઓ પ્રતીક ઉપવાસ ઉપર બેસી વિરોધ નોંધાવશે. સાથે સાથે તેમની માંગ ગ્રેડ પે તેમજ કેટલાક લક્ષ્યાંક પૂર્ણ કરવા સર્વેયરને દ્વારકા કે જામનગર જેવા જિલ્લામાં મોકલવામાં આવી રહ્યા છે તે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.
કર્મચારીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૨,૪૦૦ અરજી હજુ પણ પેન્ડિંગ પડી છે. જેની સામે સર્વે કામગીરીમાં જીડીપી એસ મશીન પણ માત્ર બે જ છે. સાથે દરેક કર્મચારીઓ ૮ માપની અને ૪-૪ દફ્તરી એક સર્વેયરે કરવાની હોય છે. જેને લઈને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ તમામ માગણીઓને લઈને સોમવારથી વલસાડ જિલ્લાના લેન્ડ રેવન્યુ વિભાગની કચેરીના પરિસરમાં સોમવારથી અનેક સર્વેયર પ્રતીક ઉપવાસ ઉપર ઉતર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



