દૂષિત પાણીનો ઉપયોગ કરી બરફ બનાવતી ૮ આઈસ ફેક્ટરીઓ સીલ

0
8

આરોગ્ય વિભાગે ફેક્ટરીઓને તાળા મારી દીધા
સુરત, તા.૩
ડે.કમિશનર હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝીગ્નેટેડ ઓફિસરની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આગામી ઉનાળાની સીઝનને ધ્યાને રાખી તા.૨૯-૩-૨૦૧૯નાં રોજ સુરત શહેર વિસ્તારમાં આવેલ આઈસ ફેક્ટરીની અત્રેનાં ફુડ સેફ્ટી અોફિસરો દ્વારા સ્થળ તપાસ કરતા નીચે જણાવેલ સંસ્થાઓમાંથી પાણીના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારૂં લેબોરેટરીમાં મોકલાવેલ હતા. જેનો રિપોર્ટ ધારા ધોરણ મુજબ ન આવતા તેવી સંસ્થાઓને તા.૨-૫-૨૦૧૯ના રોજ બંધ કરાવવામાં આવેલ છે. બંધ કરાયેલી આઈસ ફેક્ટરીઓમાં મનોજ આઈસ ફેક્ટરી, બદ્રીનાથ આઈસ ફેક્ટરી, શીતલ આઈસ ફેક્ટરી, સરસ્વતી આઈસ ફેક્ટરી, ચામુંડા આઈસ ફેક્ટરી, સાવરીયા આઈસ ફેક્ટરી, વિનોદ આઈસ ફેક્ટરી અને પૂજા આઈસ ફેક્ટરીનો સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY